Gujarati ukhana with answer
Gujarati ukhana with answer and images. gujarati images ukhana for play with child in gujarati.
gujarati ukhana |
ukhane gujarati play game with desi gujarati ukhana.
Gujarati ukhana and answer
______________________________________
એ સીટી વગાડે , પણ પોલીસ નઈ
રાંધી આપે પણ , એ રસોઈયો નઈ
ans.(કુકર)
______________________________________
વાયુ છે પણ , બીમારી નથી . સળગે છે ,
પણ આગ નથી . .
ans.(રાંધણ ગેસ)
______________________________________
હોંઠ અડે ને બોલતી ,
સૂણી ગોપીઓ ડોલતી .
આમ તો પોલમ્પોલ ,
પણ , સૂર મઝાના છેડતી .
ans.(વાંસળી)
______________________________________
કાળી આવે ને ધોળી આવે ,
મીઠું મીઠું જળ ભરી લાવે .
ઝરમર - ઝરમર એ વરસે ,
નદી - સરોવર છલકાવે .
ans.(વાદળ)
______________________________________
ઓઢાય પણ ઓઢણું નૈ ,
પલળે છે પણ પલળાય નૈ .
તડકા સામે રક્ષણ આપે ,
ભાતભાતના રંગ છે ભૈ .
ans.(છત્રી)
______________________________________
સત્યની લાકડીથી , અહિંસાના શસ્ત્રથી
હિંસક ગંદા અંગ્રેજો , કેવા ભાગ્યા ભારતથી
ans.(ગાંધીજી)
______________________________________
ઘેર બેઠા જ્ઞાન આપે ,
પણ ગુરુ ના કહેવાય .
અધતન સંશોધન કેવું ,
માહિતીનો ભંડાર સમાય .
ans.(ઈન્ટરનેટ)
______________________________________
આ દુનિયા કેવી ક્રૂર છે ,
મને જન્મ પૂર્વે મારી નાખે .
બહેન - મા - પત્ની બનતી ,
દયા ન આવે કાં મારી ?
ans.(દીકરી)
______________________________________
એકબીજાની પાછળ પાછળ ,
કેવી સીધી - સીધી એ જાય .
મહેનતની તો મહારાણી ,
કોઈ નડે એને ચટકી ખાય .
ans.(કીડી)
______________________________________
આંખ છે , પણ આંખ નથી ,
એ નથી તો દષ્ટિ નથી .
કાન પર એની અસવારી ,
તો ય કુંડળ કે બૂટી નથી .
ans.(ચશ્મા)
______________________________________
બે પગ , પણ માણસ નથી .
વાહન છે , પણ લાયસન્સ નથી
ans.(સાઇકલ)
______________________________________
Gujarati ukhna video
I hop you like this post so, please do coment on post ......thanks for visiting....
No comments:
Post a Comment
Share your comment Hear